પ્રાર્થનાસંઘ
અનુદાન

ગાંધી મિશન પુસ્તકનું વિમોચન

15 April, 2023

શ્રી કિશોરભાઇ દેસાઇ સંપાદિત પુસ્તક "મિશન ગાંધી" પુસ્તકનાં વિમોચનનો કાર્યક્રમ પ્રાર્થનાસંઘ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પુસ્તકનું વિમોચન પ્રો. ડો. સત્યકામભાઈ જોશીના વરદહસ્તે કરવામાં આવ્યું. તેઓ શ્રી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન સેન્ટર ફોર સોસ્યલ સ્ટડીઝના નિયામક છે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિ. ના ઉપકુલપતિ આદરણીય પ્રો. ડો. બી.એ.પરીખ હતા. અતિથિ વિશેષ તરીકે વીર નર્મદ દ.ગુ. યુનિ. ના માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો. ડો. દિલીપભાઇ શાહ હજાર રહ્યા હતા. શ્રી કિશોરભાઇ દેસાઇ એ "મિશન ગાંધી" પુસ્તકમાં ગાંઘીજીના વિચારો અને સંસ્કારોથી સાંપ્રત સમાજ જીવનના પ્રશ્નોને કેવી રીતે ઉકેલી શકાય તે બતાવ્યુ છે.

પાછા જાઓ