પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમના સ્થાપક પૂ. ભદ્ર સ્વામીએ ઋષિકેશના સ્વામી શિવાનંદજી પાસે ૧૯૫૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી, તેમના મનમાં સતત લક્ષ્યની શોધ ચાલુ હતી. એ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું નિધન થયું. પુર્વજીવનમાં તેઓ ગાંધીજી સાથે રહી ચૂક્યા હતા અને ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા. પૂ. મહાત્માજીના નિધન પ્રસંગે "નિત્ય પ્રાર્થના એ બાપુનું સર્વોત્તમ સ્મારક છે". એવી પ્રબળ ભાવનાને અમલમાં મૂકવા અનાવલ શુકલેશ્વર ધામમાં નિવાસ કરી પ્રાર્થનાસંઘનો આરંભ કર્યો. પ્રાર્થનાસંઘની સ્થાપના વિ.સં. 2007 - ઇ.સ. 1951 નૂતનવર્ષના દિને થઈ. એક વર્ષ અનાવલ રહ્યા પછી સર્વને અનુકૂળ એવા મધ્યસ્થ સ્થળ તરીકે સુરતની પસંદગી કરી. સ્વામીશ્રી સુરત આવ્યા અને ઉમરા-સોમનાથ મહાદેવમાં નિવાસ કર્યો. આજે જે જગ્યા પર આશ્રમ આવેલ છે એ જગ્યા બૃહદ મુંબઈ સરકારે સ્વામીજીને અર્પણ કરી. વિ.સં. 2014 - ઇ.સ. 1958 થી સુરત હાલની જગ્યાએ પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમનો આરંભ થયો.

પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમ અક્ષરધામ નિવાસી સ્વામીશ્રી ભદ્રની તપોભૂમિ છે. સ્વામીજી સ્થાપિત પ્રાર્થનાસંઘ લગભગ સાડા છ દાયકા જૂની સુરતની અગ્રગણ્ય સેવાસંસ્થા છે. સ્વામીજીએ પૂ.સ્વામી શિવાનંદ (દિવ્ય જીવન સંઘ)પાસેથી સંન્યાસી દિક્ષા ગ્રહણ કર્યા પછી તેમની આજ્ઞાથી આ પવિત્ર ભૂમિ પર નિવાસ કરી તપ, ધ્યાન, યોગ સાથે વ્યાયામ, યોગભ્યાસ, અધ્યાત્મિક ચિંતન અને પ્રાર્થનાપ્રવૃત્તિ આદરી. પ્રાર્થનાને જીવનની અમોઘ શકિત માનતા તેઓએ પ્રાર્થના માસિક પ્રગટ કરીને લોકસેવા સાથે સર્વઘર્મ સમભાવ અને સદૂભાવનાનો દીપ પ્રગટાવ્યો જે આજે પણ ઝળહળી રહ્યો છે. પ્રાર્થનાની અમોઘ શક્તિનો ચમત્કાર તેમની સન્નિકટ આવેલા વિવિધ લોકોને થયો હતો. સ્વામીજીએ ગાંઘી વિચારધારાને અપનાવીને સર્વોદયનું સ્વપન સેવ્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના થતાસ્વામીજીને હાલ તાપી તટે જ્યાં ભદ્ર આશ્રમ છે. તે જ્ગ્યા પ્રાપ્ત થઈ. સુરતવાસી મહાજનોના આર્થિક સહયોગથી આ સ્થળે આશ્રમ રચીને નિયમિત પ્રાર્થના, ધ્યાનમંદિર, યોગભ્યાસ વગેરે પ્રવૃતિઓ આદરી હતી અને તે થકી આ ભૂમિને મહિમાવંતી બનાવી છે. તાપીમૈયાની ૨૦૦૬ ની મહારેલમાં આશ્રમનું મકાન, ધ્યાનમંદિર નાશ પામ્યું હતું. પરંતુ આ ભૂમિનો અધ્યાત્મિક પ્રભાવ એવો ને એવો જ અકબંઘ રહ્યો છે.
વધુ વાંચો


ડો. અમીબેન દેસાઈ એ વડોદરાની M.S. યુનિવર્સીટીમાંથી 1994 માંથી B.Physiotherapy ની ડીગ્રી મેળવી. ત્યારબાદ ૬ વર્ષની ક્લિનિકલ ફિઝીયોથેરાપીની વડોદરામાં પ્રેક્ટીસ કરી છે. તેમણે 1993 માં પોતાના સ્વાસ્થ્યના...
તેઓ આશરે ૨૨ વર્ષથી યોગક્રિયા સાથે જોડાયેલા છે. તેઓ રોજ નવી તાજગી સાથે નવા સંશોધન - અનુભવ મેળવવા ઉત્સાહિત રહે છે. છેલ્લા ૧૩ વર્ષથી યોગપ્રશિક્ષિત તરીકે પ્રાર્થનાસંઘમાં યોગના વર્ગો ચલાવી રહ્યા છે....
શ્રીમતી કામિનીબેન જરીવાળા 2008ની સાલથી યોગના વર્ગો પ્રાર્થનાસંઘમાં ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 450-500 જેટલા સભ્યોએ આ વર્ગનો લાભ લીધો છે.
પ્રાર્થના સંઘ_ભદ્રાશ્રમ એક નયનરમ્ય સ્થળ છે જ્યાં આત્માની શુધ્ધિ ત્યાં મન સ્ફુરિત થઈ જાય એવી કુદરતી રીતે તાપી નદીના કિનારા પર આવેલ એક સ્થળ જ્યાં આવતાની સાથેજ તમને ખુશી અનુભવાય તેવું સ્થળ છે. ત્યાં જ...
કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સારવારનો લાભ લે છે. આ પ્રવૃતિ છેલ્લા 5 વર્ષથી પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમમાં સફળતા પૂર્વક ચાલી રહે છે.
હું, ડો. આયુષી એસ. દેસાઇ છેલ્લા 2 વર્ષથી પ્રાર્થનાસંઘ હોમિયોપેથિક સારવાર કેન્દ્રમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહી છું.
ડો. ભાસ્કર વખારિયા (MD, Physician) લોકસેવાને વરેલા ધ્યેયનિષ્ઠ તબીબ છે. પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમને તેઓશ્રી પોતાની સ્વજન સંસ્થા ગણીને પ્રતિ બુધવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામુલ્યે...
સેવાકીય અભિગમ ધરાવતા ડો. મેઘનાબેન અધ્વર્યુ પ્રાર્થનાસંઘમાં કેન્સર-એઇડ્સ-લીવર જેવા રોગોની હર્બલ સારવાર આપી રહ્યા છે. પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમમાં તેઓ પ્રતિ શનિવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને...
હું પૂનમ શાહ MPT (Ortho) ગોલ્ડ મેડાલીસ્ટ અને ૧૨ વર્ષનો અનુભવ આ ફિલ્ડમાં ધરાવું છું.
શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરીયા પ્રાર્થનાસંઘમાં છેલ્લા ૨ વર્ષથી કરાઓકે સંગીતના વર્ગો ચાલવે છે. અત્યાર સુધીમાં આશરે ૬૦ વિદ્યાર્થીઓ તેમાં તાલીમ લઈ સુંદર ગીતો કરાઓકે પર ગાતા થયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ...
આ પ્રવૃત્તિથી ઘણા લાભો થાય છે, જેમ કે કોઈપણ વિદ્યાર્થી ને ભવિષ્યમાં સારા ગાયક બનવું હોય તે બની શકે તેમજ આરોગ્ય બાબતે ખાસ લાભ થાય છે. ૧૦ જેટલા સભ્યો હાલમાં લાભ લે છે, છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ...
નૃત્ય શીખવવામાં 10 વર્ષથી વધુનો અનુભવ. અગાઉ આગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટ, ન્યુ સિટી લાઇટમાં ભણાવતા. ઓગસ્ટ 2022 થી પ્રાર્થના સંઘ - ભદ્ર આશ્રમ ખાતે વર્ગો બદલાયા.
હું ૨૦૦૮ ની સાલથી પ્રાર્થનાસંઘમાં સીવણ ક્લાસ બહેનો માટે ચલાવું છું. અત્યાર સુધીમાં આશરે ૩૫૦ બહેનો અહી સિલાઇકામ શીખીને પગભર થઈ છે. કેટલીક જરૂરિયાતમંદ બહેનોને દાતાશ્રીની સહાયથી સિલાઈ મશીન પણ આપવામાં...
પ્રાર્થનાસંઘની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકાલય છે. તેમાં ત્રણ પુસ્તકાલયો ચાલે છે. મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય (બધા માટે), કસ્તુરબા મહિલા પુસ્તકાલય (સ્ત્રીઓ માટે) અને જવાહરલાલ નહેરુ પુસ્તકાલય (બાળકો...
પ્રાર્થનાસંઘમાં "ચૈતન્ય પ્રાર્થના" નામનું એક સામયિક આ સંસ્થાના સ્થાપક શ્રી ભદ્રસ્વામીના સમયથી પ્રતિ માસે પ્રગટ થાય છે. આ માસિકમાં પૂ. ભદ્રસ્વામીના સિધ્ધાંતો અનુસાર યોગ પ્રવૃત્તિ, આરોગ્ય,...
હું નામે નર્મદાબેન અમદાવાદથી દીકરીના ઘરે બીમારીમાં આરામ કરવા આવી હતી. તે સમયે આ કેન્દ્ર વિષે જાણીને મને મારી દીકરીએ અહી ટ્રીટમેંટ લેવા માટે કહ્યું. 30 દિવસ પુર્ણ થતામાં માણેલાગ્યુક જાણે મારી જુવાની પછી આવી. હોય તેવું ફિલ થયું. કારણ કે છેલ્લા દસ વર્ષથી હું અસ્થામાથી પીડાતી હતી. તથા કાયમ જ ઉધરસ અને કફ રહ્યા કરે.અહી આવ્યાં 4-5 દિવસમાં જ મને મારી બોડીમાં ફેરફાર થતો જણાયો. 30 દિવસ બાદ આજે હું સંપૂર્ણ સ્વસ્થ ફિલ કરું છુ. આ નેચરોપેથી ક્લિનિકની હું આભારી રહીશ કે જેણે મને મારૂ સ્વાસ્થ્ય પાછું મેળવી આપ્યું. પણ હા, અફસોસ એક જ વાતનો રહ્યો કે આ ટ્રીટમેંટ મને પહેલા મળી હોત તો મારૂ સ્વાસ્થ્ય ઘણું સારું હોત. ખાસ કરીને ફેનલ મેડમ માત્ર ડોકટર જ બનીને ટ્રીટમેંટ નથી કરતાં પણ સ્નેહીજનની જેમ બધા જ પેશન્ટની પર્સનલી ટ્રીટમેંટ કરે છે. હું આ સંસ્થાની હમેશાં ઋણી રહીશ. ધન્યવાદ.
નર્મદાબેન સોલંકી, અમદાવાદ
શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા સ્પર્ધા યોજવામાં આવિ હતિ.
ભારતીય યોગવિદ્યાના પ્રખર પંડિત, સંનિષ્ઠ પ્રચારક પરમાનંદ યોગ ઇન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ ઈન્દોર તેમજ આનંદમય યોગથેરાપી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના...
શ્રી પરેશભાઈ અંકલેશ્વરીયા ખાતે પ્રાર્થનાસંઘમાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.