સોમવાર થી શનિવાર સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦
પ્રાર્થનાસંઘની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકાલય છે. તેમાં ત્રણ પુસ્તકાલયો ચાલે છે.
મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય માં આધ્યાત્મિક, તત્વચિંતન, આરોગ્ય, સાહિત્ય, વાર્તાઓ, નવલકથાઓ, સામાન્ય જ્ઞાન, નોકરી વિષયક પરીક્ષાઓનું સાહિત્ય, પ્રેરણાદાયક ચિંતનાત્મક લેખો, ધાર્મિક ગ્રંથો, વ્યક્તિ વિશેષ જીવનકથા-આત્મકથા, પ્રવાસ વર્ણન, ઐતિહાસિક-ભૌગોલિક જ્ઞાન વિષયક પુસ્તકો વગેરે અહી ઉપલબ્ધ છે.
કસ્તુરબા મહિલા પુસ્તકાલયમાં સ્ત્રીઓને ઉપયોગી પુસ્તકો જેવા કે વિશિસ્ટ મહિલાઓ વિષે જાણકારી, રસોઈની વાનગીઓ, ગૃહશોભા, પતિ-પત્ની-બાળકો વિશેના સંબંધો, બાળ ઉછેર, સ્ત્રીઓના અધિકારો, ફરજો, પૌરાણિક-ઐતિહાસિક વાર્તાઓ-જીવનકથાઓ વગેરે અહી ઉપલબ્ધ છે.
જવાહરલાલ નહેરુ બાળ પુસ્તકાલયમાં બાળકોને લગતા પુસ્તકો જેવાકે બાળવાર્તાઓ, પૌરાણિક કથાઓ ચિત્ર કથાઓ, જ્ઞાનસભર-વિજ્ઞાનસભર પુસ્તકો, સામાન્ય જ્ઞાન ના પુસ્તકો, રામાયણ મહાભારતના પત્રો-કથાઓ, બાળગીતો, જ્ઞાનગમ્મત, વગેરે વિષયોને આવરી લે છે.
આ પુસ્તકાલયોમાં આશરે 1000 જેટલા પુસ્તકો છે. તેમાં 23000 જેટલા સભ્યો લાભ લે છે.




