પ્રાર્થનાસંઘ
અનુદાન

પ્રાર્થનાસંઘ દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ માટે વિશાળ ભવન નિર્માણની જરૂર છે. આ માટે ચાર માળનું મકાન લિફ્ટ સહિત બનાવવા માટે રૂપિયા ચાર કરોડનો અંદાજિત ખર્ચ છે.

આ નિર્માણ પામેલા ભવનમાં મુખ્યત્વે પુસ્તકાલય-વાચનાલય, ફિઝિયોથેરાપીનું અદ્યતન સાધનો સાથેનું સારવાર કેન્દ્ર,નેચરોપેથી તથા સંગીતની પ્રવૃત્તિ માટે આ ભવનનો ઉપયોગ થશે. આ ભવન નિર્માણ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો,અને સહકારી સંસ્થાઓને આર્થિક ભંડોળ અર્પણ કરવા અનુરોધ કરીએ છીએ. સંસ્થાને મળતું દાન ITકલમ 80-Gઅંતર્ગત કરમુક્ત છે.

પ્રાર્થનાસંઘ સંકુલમાં ખાલી પડેલી જ્ગ્યા પર અતિ આવશ્યક એવી સમાજોપયોગી ફિઝીયોથેરાપી સારવારનું કેન્દ્ર છે પરંતુ અદ્યતન સાધનો વડે સારવાર આપવા માટે અદ્યતન સારવાર કેન્દ્ર શરૂ કરવા માગે છે. આજે આ પ્રકારની સારવાર અતિ ખર્ચાળ છે. સમાજમાં આજે એવા પ્રકારના રોગોમાં પ્રમાણ વઘતું જાય છે. જેમાં ફિઝીયોથેરાપી સારવાર અનિવાર્ય છે. જરૂરિયાતમંદ લોકો માટે આ ખર્ચાળ સારવાર રાહતદરે મળી રહે તે માટે આવું સારવાર કેન્દ્ર ખૂબ જ જરૂરી છે. આ સારવાર કેન્દ્ર અને અઘતન સાઘનો પાછળનો ખર્ચ મકાન અને સાઘનો સાથે અંદાજે રૂ. ૨૫ લાખ જેટલો છે.

સ્વામીજીએ ૧૯૫૦ થી શરૂ કરેલું 'પ્રાર્થના' માસિક માનસિક શાંતિ અર્પતું સંસ્કારલક્ષી સામયિક હોવાને કારણે અનેક પરિવારોમાં અત્યંત આદર ધરાવે છે. બહુજન સમાજને તેનો મહતમ લાભ મળે તે આશયથી માત્ર રૂ.૫૦૦/-માં તેનું આજીવન સભ્યપદ પ્રાપ્ત થાય છે. આટલા નજીવા લવાજમને કારણે 'પ્રાર્થના' ના નિભાવ માટે રૂ.૧૫ લાખ જેટલી આર્થિક સહાયની જરૂર છે. શુભેચ્છકો તથા વિવિઘ સંસ્થાઓ દ્વારા આટલી રકમ મળી રહે તો તેના વ્યાજમાંથી પ્રિન્ટિગ તેમજ પોસ્ટેજ ખર્ચ નીકળી શકે અને 'પ્રાર્થના' દ્વારા સ્વામીજીનો જીવન સંદેશ સમયના લાંબા પટ પર પ્રાપ્ત થતો રહે. લગભગ ૬૦ થી વધારે વર્ષથી ચાલતું આ પરિવારપ્રિય મુખપત્ર બંઘ કરવાની નોબત ન આવે તે હેતુથી રૂ ૧૫ લાખ જેટલું દાન ભંડોળ ઊભું કરવાની જરૂરિયાત વર્તાય છે.

પ્રાર્થનાસંઘના આશ્રયે ચાલતી અન્ય પ્રવૃતિ ખાસ કરીને હોમિયોપેથી દવાખાનું તથા સીવણ વર્ગ માટે પણ રૂ ૧૦ લાખ જેટલી ખર્ચ પેટેની રકમ મળવી જરૂરી છે.આ બંને પ્રવૃતિ લોકોપયોગી પ્રવૃતિ છે તેનો લાભ લેનારા લોકોની સંખ્યા વઘતી જ જાય છે તેથી નિભાવખર્ચ માટે આટલું અનામત ભંડોળ જરૂરી બની રહે છે.

પ્રાર્થનાસંઘ દ્વારા થતી તમામ પ્રવૃતિ નફો રળવાના હેતુથી નહિ પરંતુ જનકલ્યાણના સદૂઉદેશથી ચાલતી પ્રવૃતિઓ છે.આ માટે જરૂરી એવી રૂ.૫0 લાખની આર્થિક સહાય માટે આ વિજ્ઞપ્તિ પત્ર દ્વારા સુરત સહિત ગુજરાતના મહાજનો વિવિઘ ચેરિટેબલ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ તથા સરકારશ્રી દ્વારા મળતા આર્થિક સહાય માટે આ વિજ્ઞપ્તિ પત્ર દ્વારા અનુરોઘ કરીએ છીએ. આપ અથવા આપના હસ્તકની સંસ્થા દ્વારા આ ઘર્મકાર્ય–પરોપકાર કાર્યમાં સહભાગી બનીને જનકલ્યાણની આ ઉપયોગી પ્રવૃતિમાં ઉદાર હાથે આર્થિક સહયોગ આપશો તેવી આગ્રહભરી વિનતી છે.

સંસ્થાને દાન આપવા માટે બેન્કની વિગત
QR Code
સંસ્થાનું નામ: PRARTHANA SANGH
બેન્કનું નામ: ધી સુટેક્ષ કો.ઓપ. બેંક લી.
બેન્કની શાખા: અઠવા લાઈન્સ, સુરત
બેન્કનો ખાતા નંબર: ૨૪૮૦૦૮-૨૦૦૩૮૪૮
IFSC CODE: SUTBO248008