સોમવાર થી શુક્રવાર સવારે ૫:૪૫ થી ૧૦:૦૦ સાંજે ૩:૪૫ થી ૬:૧૫ | શનિવાર અને રવિવાર સવારે ૬:૦૦ થી ૮:૦૦
ડો. અમીબેન દેસાઈ એ વડોદરાની M.S. યુનિવર્સીટીમાંથી 1994 માંથી B.Physiotherapy ની ડીગ્રી મેળવી. ત્યારબાદ ૬ વર્ષની ક્લિનિકલ ફિઝીયોથેરાપીની વડોદરામાં પ્રેક્ટીસ કરી છે. તેમણે 1993 માં પોતાના સ્વાસ્થ્યના પ્રશ્નો માટે "The Science and Wisdom of Yoga" માં સારવાર લીધી.
સોમવાર થી શનિવાર સવારે ૭:૦૦ થી ૮:૦૦
તેઓ આશરે ૨૨ વર્ષથી યોગક્રિયા સાથે જોડાયેલા છે. તેઓ રોજ નવી તાજગી સાથે નવા સંશોધન - અનુભવ મેળવવા ઉત્સાહિત રહે છે. છેલ્લા ૧૩ વર્ષથી યોગપ્રશિક્ષિત તરીકે પ્રાર્થનાસંઘમાં યોગના વર્ગો ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ વ્યક્તિઓએ આ યોગ દ્વારા સ્વસ્થ્ય મેળવ્યું છે.
સોમવાર થી શુક્રવાર સાંજે ૪:૦૦ થી ૫:૦૦
શ્રીમતી કામિનીબેન જરીવાળા 2008ની સાલથી યોગના વર્ગો પ્રાર્થનાસંઘમાં ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 450-500 જેટલા સભ્યોએ આ વર્ગનો લાભ લીધો છે.
સોમવાર થી શુક્રવાર સાંજે ૫:૦૦ થી ૬:૦૦
પ્રાર્થના સંઘ_ભદ્રાશ્રમ એક નયનરમ્ય સ્થળ છે જ્યાં આત્માની શુધ્ધિ ત્યાં મન સ્ફુરિત થઈ જાય એવી કુદરતી રીતે તાપી નદીના કિનારા પર આવેલ એક સ્થળ જ્યાં આવતાની સાથેજ તમને ખુશી અનુભવાય તેવું સ્થળ છે. ત્યાં જ હું સને ૨૦૦૭ થી આ સંસ્થા સાથે તન-મન થી સંકળાયેલ છું.
સોમવાર થી શુક્રવાર સવારે ૬:૦૦ થી ૧૨:૦૦ સાંજે ૩:૦૦ થી ૮:૦૦ | શનિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦
કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સારવારનો લાભ લે છે. આ પ્રવૃતિ છેલ્લા 5 વર્ષથી પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમમાં સફળતા પૂર્વક ચાલી રહે છે.
સોમવાર થી શનિવાર સવારે ૯:૩૦ થી ૧૨:૩૦
હું, ડો. આયુષી એસ. દેસાઇ છેલ્લા 2 વર્ષથી પ્રાર્થનાસંઘ હોમિયોપેથિક સારવાર કેન્દ્રમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહી છું.
શનિવાર સાંજે ૭:૦૦ થી ૯:૦૦
ડો. ભાસ્કર વખારિયા (MD, Physician) લોકસેવાને વરેલા ધ્યેયનિષ્ઠ તબીબ છે. પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમને તેઓશ્રી પોતાની સ્વજન સંસ્થા ગણીને પ્રતિ બુધવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામુલ્યે સારવાર આપે છે.
શનિવાર સાંજે ૭:૦૦ થી ૯:૦૦
સેવાકીય અભિગમ ધરાવતા ડો. મેઘનાબેન અધ્વર્યુ પ્રાર્થનાસંઘમાં કેન્સર-એઇડ્સ-લીવર જેવા રોગોની હર્બલ સારવાર આપી રહ્યા છે. પ્રાર્થનાસંઘ ભદ્ર આશ્રમમાં તેઓ પ્રતિ શનિવારે રાત્રે જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે હર્બલ સારવાર આપે છે.
સોમવાર થી શનિવાર સવારે ૮:૩૦ થી ૧:૦૦ સાંજે ૪:૦૦ થી ૭:૦૦
હું પૂનમ શાહ MPT (Ortho) ગોલ્ડ મેડાલીસ્ટ અને ૧૨ વર્ષનો અનુભવ આ ફિલ્ડમાં ધરાવું છું.
મંગળવાર અને ગુરુવાર સાંજે ૬:૦૦ થી ૯:૦૦ | રવિવાર સવારે ૯:૩૦ થી ૧:૦૦ બપોરે ૧:૩૦ થી ૪:૩૦
શ્રી ધર્મેશભાઈ અંકલેશ્વરીયા પ્રાર્થનાસંઘમાં છેલ્લા ૨ વર્ષથી કરાઓકે સંગીતના વર્ગો ચાલવે છે. અત્યાર સુધીમાં આશરે ૬૦ વિદ્યાર્થીઓ તેમાં તાલીમ લઈ સુંદર ગીતો કરાઓકે પર ગાતા થયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ સ્ટેજ પ્રોગ્રામો પણ આપ્યા છે.
શનિવાર અને રવિવાર સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
સોમવાર, બુધવાર અને શુક્રવાર બપોરે ૨:૩૦ થી ૭:૦૦
આ પ્રવૃત્તિથી ઘણા લાભો થાય છે, જેમ કે કોઈપણ વિદ્યાર્થી ને ભવિષ્યમાં સારા ગાયક બનવું હોય તે બની શકે તેમજ આરોગ્ય બાબતે ખાસ લાભ થાય છે. ૧૦ જેટલા સભ્યો હાલમાં લાભ લે છે, છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે.
ગુરુવાર અને શુક્રવાર સાંજે ૬:૦૦ થી ૮:૦૦ | રવિવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦
નૃત્ય શીખવવામાં 10 વર્ષથી વધુનો અનુભવ. અગાઉ આગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટ, ન્યુ સિટી લાઇટમાં ભણાવતા. ઓગસ્ટ 2022 થી પ્રાર્થના સંઘ - ભદ્ર આશ્રમ ખાતે વર્ગો બદલાયા.
સોમવાર થી શનિવાર બપોરે ૧:૦૦ થી ૪:૦૦
હું ૨૦૦૮ ની સાલથી પ્રાર્થનાસંઘમાં સીવણ ક્લાસ બહેનો માટે ચલાવું છું. અત્યાર સુધીમાં આશરે ૩૫૦ બહેનો અહી સિલાઇકામ શીખીને પગભર થઈ છે. કેટલીક જરૂરિયાતમંદ બહેનોને દાતાશ્રીની સહાયથી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યું છે. અહી નાના રુમલથી માંડીને લેડિઝ બ્લાઉઝ સુધીનું કટિંગ કામ તેમજ સિલાઇકામ શીખવવામાં આવે છે.
સોમવાર થી શનિવાર સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦
પ્રાર્થનાસંઘની મુખ્ય પ્રવૃત્તિ પુસ્તકાલય છે. તેમાં ત્રણ પુસ્તકાલયો ચાલે છે. મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય (બધા માટે), કસ્તુરબા મહિલા પુસ્તકાલય (સ્ત્રીઓ માટે) અને જવાહરલાલ નહેરુ પુસ્તકાલય (બાળકો માટે).
પ્રાર્થનાસંઘમાં "ચૈતન્ય પ્રાર્થના" નામનું એક સામયિક આ સંસ્થાના સ્થાપક શ્રી ભદ્રસ્વામીના સમયથી પ્રતિ માસે પ્રગટ થાય છે. આ માસિકમાં પૂ. ભદ્રસ્વામીના સિધ્ધાંતો અનુસાર યોગ પ્રવૃત્તિ, આરોગ્ય, આધ્યાત્મ અને શિક્ષણને લગતા સમાજોપયોગી લેખો-કાવ્યો પ્રગટ થાય છે.