પ્રાર્થનાસંઘ
અનુદાન
યોગના વર્ગો - જયશ્રી ઘાએલ

યોગના વર્ગો - જયશ્રી ઘાએલ

સોમવાર થી શુક્રવાર સાંજે ૫:૦૦ થી ૬:૦૦

પ્રાર્થના સંઘ_ભદ્રાશ્રમ એક નયનરમ્ય સ્થળ છે જ્યાં આત્માની શુધ્ધિ ત્યાં મન સ્ફુરિત થઈ જાય એવી કુદરતી રીતે તાપી નદીના કિનારા પર આવેલ એક સ્થળ જ્યાં આવતાની સાથેજ તમને ખુશી અનુભવાય તેવું સ્થળ છે. ત્યાં જ હું સને ૨૦૦૭ થી આ સંસ્થા સાથે તન-મન થી સંકળાયેલ છું.

આ સંસ્થા માં હું યોગ ટીચર તરીકે સામાન્ય ફી લઈ આશરે ૩૫ થી ૭૦ વર્ષની બહેનો ને યોગ શીખવાડું છું. અત્યાર સુધીમાં આશરે ૪૦૦૦ બહેનોએ આ યોગ વર્ગમાં લાભ લીધો છે. અહી સંસ્થા તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળતો રહે છે જેથી આશરે ૨૫ થી ૩૦ બહેનોને દર મહિને યોગ-શીખવાડવા નો અનેરો આનંદ મળે છે અમો બધા અહી ભેગા મળી યોગા કરીએ છીએ તેનો મુખ્ય લાભ અમો અમારી પોતાની જાતને આનંદિત, પ્રફુલિત અનુભવીએ છીએ.

અમો માનસિક તથા શારીરિક તાણમુક્ત અનુભવીએ છે અમારા વર્ગની ખાસિયત છે. અમો દરેક એક વિશાળ કુટુંબ ભાવના અનુભવીએ છીએ. અમારા દુખને એ વિસરી જઈને ખુશનુમા અનુભવ કરીએ છીએ.

આ યોગક્રિયા અમારા જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને આજના આ આધુનિક યુગમાં અમારા જીવનને યોગક્રિયાથી શાંતિ અનુભવીએ છીએ.

યોગના વર્ગો - કામિની જરીવાળા
યોગના વર્ગો - કામિની જરીવાળા
યોગના વર્ગો - કામિની જરીવાળા
પાછા જાઓ