પ્રાર્થનાસંઘ
અનુદાન
નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા

નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા

ND, કન્સલ્ટન્ટ નેચરોપેથ (TATC-PUNE)

સોમવાર થી શુક્રવાર સવારે ૬:૦૦ થી ૧૨:૦૦ સાંજે ૩:૦૦ થી ૮:૦૦ | શનિવાર સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦

કુદરતી ઉપચાર કેન્દ્રમાં આશરે રોજ 25-30 લાભાર્થી સારવારનો લાભ લે છે. આ પ્રવૃતિ છેલ્લા 5 વર્ષથી પ્રાર્થનાસંઘ - ભદ્ર આશ્રમમાં સફળતા પૂર્વક ચાલી રહે છે.

ઉદ્દેશ

પ્રાર્થનાસંઘ દ્વારા ચલાવવામાં આવતી એક આરોગ્ય લક્ષી પ્રવૃતિ છે જે ખાસ કરીને દરેક વર્ગના લોકેને આવરી - સમાવેશ કરવા માટે ચલાવવામાં આવે છે. જે સુરતનું એક માત્ર OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે.

લાભ
  • કોઈ પણ લાભાર્થી એ કેન્દ્રમાં રહેવાની જરૂર પડતી નથી.
  • બીજા સારવાર કેન્દ્ર કરતાં ખૂબ જ રાહત દરે કુદરતી ઉપચારની સારવાર આપવામાં આવે છે.
પ્રવૃત્તિનો પરિચય

આ એક OPD કુદરતી ઉપચાર કેન્દ્ર છે જેમાં દરેક લાભાર્થી ને રોજ 45 મિનિટ થી એક કલાક સારવાર આપવવામાં આવે છે. જેમાં માલિશ, જલચિકિત્સા, સ્ટીમબાથ, ગરમ-ઠંડા શેક, આહાર, ચિકિત્સા લપેટ એક્યુપ્રેશરમાટેની સારવાર, રૈકી, પ્રાણિક હિલિંગ જેવી સારવાર આપવવામાં આવે છે.

નોંધ: અહી સ્ત્રીઓ અને પુરૂષોને સારવાર માટે અલગ કેબિન રાખવામા આવી છે.
સારવાર લાભ
  • આ પદ્ધતિ પ્રાકૃતિક ચિકિત્સા હોવાથી આડઅસર રહિત, નિર્દોષ, દવા વગર ઝડપથી રાહત આપનાર પદ્ધતિ છે.
  • શરીરમાં લોહીનું પરિભ્રમણ અને રોગ પ્રતિકારક શકિત ને વધારી સંપૂર્ણ ત્ંદુરસ્તી પ્રદાન કરે છે.
  • ત્ંદુરસ્તી વ્યકિત સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ લાભ લઈ શકે છે.
વિકાસ

હાલ સંસ્થામાં કુલ બે સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવે છે. જે ભવિષ્યમાં કુલ 8-10 રૂમની સગવડ થાય તેવી યોજના ચાલી રહી છે.

નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા
નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા
નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા
નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા
નેચરોપેથી સારવાર કેન્દ્ર - ધવલ સરૈયા
પાછા જાઓ